સમાચાર

જમ્મુ કાશ્મીર પુલવામામાં સર્ચ ઓપરેશનમાં લશ્કર એ તૈયબાના ત્રણ આંતકી ઠાર, એક જવાન શહીદ 2021

પુલવામામાં સર્ચ ઓપરેશન જમ્મુ-કાશ્મીર ના પુલવામાં જિલ્લામાં આજે એટલે કે શુક્રવારે ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અહિયાં આપણા જવાનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. 

Table of Contents

જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સર્ચ ઓપરેશન

 

પુલવામામાં સર્ચ ઓપરેશન

લશ્કર એ તૈયબાના ત્રણ આંતકી ઠાર

એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સર્ચ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આજે એટલે કે શુક્રવારે ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. અહિયાં આપણા જવાનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર દુર્ભાગ્યવશ ભારતનો એક જવાન પણ આ લડાઈમાં શહીદ થયો હતો. પોલીસના એક અધિકારીના જણાવ્યા મુજબ ગામમાં આંતકવાદીઓ હોવાની જાણ થતાં જ ભારતીય સુરક્ષા સેના દ્વારા પુલવામાં જિલ્લાના હાજિન ગામને ઘેરી એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોત જોતમાં આતંકવાદીઓ દ્વારા સેના પર ફાયરિંગ થતાં આ અભિયાન સામ સામે ગોળીબારમાં ફેરવાઇ ગયું હતું. ભારતીય જવાનોએ આ ફાયરિંગનો મુકાબલો કરી ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.

લશ્કર એ તૈયબાના ત્રણ આંતકી ઠાર 

કાશ્મીરના IGP વિજય કુમારે આ ઓપેરેશન વિશેની વિગતો આપતા જણાવ્યું છે કે આ ત્રણ આંતકવાદી મૃત્યુ પામ્યા છે અને હજી પણ બીજા આતંકીઓની શોધ ખોળ ચાલુ છે. વધુમાં તેમણે જણાવ્યું કે શરૂઆતના ગોળીબારમાં જ ભારતનો એક જવાન ઘાયલ થયો હતો, જેને હોસ્પીલટલમાં લઈ ગયા બાદ તેનું મૃત્યુ થયું હતું. ત્યારવાદ જવાનોએ તેનો જવાબ આપતા તેમના ત્રણ સાથીઓને માર્યા હતા.  જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સર્ચ ઓપરેશન 

27 જૂને આતંકીઓએ SPO પરિવાર પર ગોળીબાર કર્યો હતો 

આ સમગ્ર મામલાની વાત કરીએ તો 27 જૂને આતંકીઓએ પુલવામામાં એક સ્પેશિયલ પોલીસના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું. SPOને નિશાના પર રાખી કરવામાં આવેલ ફાયરિંગમાં SPO, તેમની પત્ની અને તેમની દીકરીનું મોત થયું હતું. ત્યારબાદ આંતકીઓને પકડવા માટે થઈને એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યાંના સ્થાનિક લોકોએ અને કાશ્મીરના રાજનૈતિક દળો દ્વારા થયેલા આ હિંસાની કડક નિંદા કરવામાં આવી હતી.

આ પણ વાંચો-બેટી બચાઓ બેટી પઢાઓ યોજના 2021

આ પણ વાંચો-બેંક અકાઉન્ટ કરી નાખ્યા ખાલી   

આજના સર્ચ ઓપરેસન માં આપનાં જવાનો એ ૩ આતંકીઓ ને ઠાર માર્યા છે અને માં ભોમ ની રક્ષા કાજે ભારત દેશ ના એક વીર જવાને શહિદી વહોરી છે.

Leave a Reply

Your email address will not be published.