આજે આપણે આ POST માં જાણીશું કે RAFAEL ADVANCED DEFENSE SYSTEMS ડીલ ની તપાશમાં ફ્રાન્સે મોટું પગલું ભર્યું છે
રાફેલની ડીલને લઈને તપાસ માટે ફ્રાન્સે એક જજની નિમણૂક કરી છે.
Table of Contents
RAFAEL ADVANCED DEFENSE SYSTEMS
- રાફેલ ડીલને લઈને ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે
- ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલામાં ફરિયાદ નોંધાવી હતી
- 14 જૂને એક મેજિસ્ટ્રેટ દ્વારા મામલાની ગુનાહિત તપાસ શરુ કરવામાં આવી
ડીલને લઈને ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવશે
ફ્રાન્સના પબ્લિક પ્રોસિક્યૂશન સર્વિસિજના ફાઈનાન્શિયલ ક્રાઈમ બ્રાન્ચને કહ્યું કે આ ડીલને લઈને ભ્રષ્ટાચાર અને પક્ષપાતના આરોપની તપાસ કરવામાં આવશે.
ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલામાં ફરિયાદ નોંધાવી હતી
આ પગલું એટલે ભરવામાં આવ્યું છે જ્યારે ફ્રેન્ચ એનજીઓ શેરપાએ આ મામલામાં ફરિયાદ નોંધાવી હતી અને ફ્રેન્ચ પબ્લિકેશન મીડિયાપાર્ટે આ મામલામાં અનેક રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. વર્ષ 2018માં શેરપાએ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ત્યારે પીએનએફે આને ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે રાફેલ ફાઈટર જેટની ડીલ 7.8 બિલિયન યુરોમાં કરાઈ હતી.
આ પણ વાંચો-આ બેંકો આપી રહી છે EMI સુવિધા

આ પણ વાંચો-માં કાર્ડની મુદત 31 જુલાઈ સુંધી લંબાવાઈ
14 જૂને એક મેજિસ્ટ્રેટ દ્વારા મામલાની ગુનાહિત તપાસ શરુ કરવામાં આવી
શુક્રવારે ફ્રેન્ચ પબ્લિકેશન મીડિયાપાર્ટે જણાવ્યું કે 14 જૂને એક મેજિસ્ટ્રેટ દ્વારા મામલાની ગુનાહિત તપાસ શરુ કરવામાં આવી હતી. તપાસમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સ્વા ઓલાંદ જેમણે રાફેલ ડીલ પર હસ્તાક્ષર કરવાના સમયે પદ પર હતા અને વર્તમાન ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ ઈમેનુએલ મૈક્રોન જે તે સમયે નાણા મંત્રી હતા. તેમના કામ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તત્કાલીન રક્ષા મંત્રી અને હાલન ફ્રાન્સના વિદેશ મંત્રી જીન યવેસ લે ડ્રિયાન સાથે જોડાયેલી બાબતો પર પુછપરછ થઈ શકે છે.
કંપનીએ આ અંગે વાત કરવાથી ઈન્કાર કરી દીધો હતો
ડસોલ્ટ એવિએશન તરફથી હાલમાં કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી. કંપનીએ આ અંગે વાત કરવાથી ઈન્કાર કરી દીધો હતો. આની પહેલા કંપનીએ કહ્યું હતુ કે સત્તાવાર સંગઠનો દ્વારા અનેક નિયંત્રણ કરવામાં આવે છે. ભારત સાથે 36 રાફેલને લઈને થયેલી ડીલમાં કોઈ ગડબડ થઈ નથી.

શું છે મામલો
વાસ્તવિક ડીલમાં હિંદુસ્તાન એરરોનોટિક્સ લિમિટેડ (એતએએલ) જો કે બાદમાં બન્ને પક્ષોની વચ્ચે વાતચીત તુટી ગઈ હતી. બાદમાં બન્ને દેશોની વચ્ચે 2016માં ડીલ સાઈન કરવામાં આવી હતી. જે અંતર્ગત 36 રાફેલ વિમાન 7.8 બિલિયન યુરોના ભાવમાં નક્કી કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો –RBI નો નવો નિયમ જાણો