Yojana ખેતીવાડી સમાચાર

PM-Kisan Yojna 2021 : કારણ જાણો જો તમને આ યોજના હેઠળ આઠમાં હપ્તાની રકમ નથી મળી?

PM KISHAN YOJANA

ખેડૂતોએ રજીસ્ટ્રેશન સમયે જો બેંક ખાતાના નંબર અથવા IFSC કોડની માહિતી ખોટી આપી હોય તો તેના કારણે અરજી નામંજૂર થઈ શકે છે.યોજના (PM KISHAN YOJANA) દ્વારા દર વર્ષે 6,000 રૂપિયાની સહાય રકમ ખેડૂતોને આપવામાં આવે છે

કેન્દ્રની સરકારે ખેડૂતોને (Farmers) રાહત આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને લાભ પ્રદાન કરી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Yojna) પણ આ યોજનાઓમાંની એક છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આઠમાં હપ્તાની ચૂકવણી કરવામાં આવી છે. આ દરમિયાન દેશના 9 કરોડ ખેડૂતોના બેંક ખાતાઓમાં 19,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દર વર્ષે 6,000 રૂપિયાની સહાય રકમ ખેડૂતોને આપવામાં આવે છે. આ રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. દેશમાં પીએમ કિસાન યોજના હેઠળ લગભગ 11.74 કરોડ લાભાર્થીઓ છે. ખેડૂત તેમના Android સ્માર્ટફોન માં ગૂગલ પ્લે સ્ટોરથી (PM-Kisan Yojna) પીએમ કિસાન યોજના એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકે છે. તમને આ એપ્લિકેશનમાં બધી માહિતી મળશે.

આ પણ વાચો : ખેડૂતોને શાકભાજી ના બિયારણની કીટ વિના મુલ્યે આપવા અંગે સહાય : કૃષિ વૈવીધ્યકરણ યોજના 2020-2021

આ પણ વાચો : ખેડૂતોને કેન્દ્ર સરકાર આ વર્ષે આપી રહી છે 42000 રૂપિયા, જાણો તમને કઈ રીતે મળશે ફાયદો.

PM KISHAN YOJANA માં નામંજૂર થયેલા નામની યાદી કેવી રીતે જોઈ શકાય?

જે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જાહેર કરાયેલ આઠમો હપ્તો મળ્યો નથી, તેઓ નામંજૂર નામોની યાદી જોઈ શકશે. તેના દ્વારા તમે જાણી શકશો કે શા માટે આઠમા હપ્તાની રકમ તમારા ખાતામાં આવી નથી. આ સિવાય તમે (PM-Kisan Yojna) પીએમ કિસાનની વેબસાઇટ પર પણ તમારું નામ ચકાસી શકો છો.

યોજના સંબંધિત અપડેટ માહિતી મેળવવા માટે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના https://pmkisan.gov.in/ ની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકો છો. બધી વિગતો ભર્યા પછી Show વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ તેમાં રિજેક્ટેડ સ્ટેટસ જોવા મળશે. આ સૂચિ દ્વારા તમે શોધી શકો છો કે તમને કિસાન યોજનાની રકમ શા માટે નથી મળી. આ સાથે તમે જાણી શકશો કે તમારી અરજી કેમ રદ કરવામાં આવી છે અને આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું પડશે.

PM-Kisan Yojna ની અરજી કેમ નામંજૂર થાય છે?

ખેડૂતોએ PM-Kisan Yojna રજીસ્ટ્રેશન સમયે જો બેંક ખાતાના નંબર અથવા IFSC કોડની માહિતી ખોટી આપી હોય તો તેના કારણે અરજી નામંજૂર થઈ શકે છે. તેથી (PM-Kisan Yojna) પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માટેની અરજી સબમિટ કરતી વખતે જ આ બાબતનું ખાસ ધ્યાન રાખો. આ સિવાય ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન કરો.

નામંજૂર યાદીમાં તે ખેડૂતોનાં નામ પણ છે, જે યોજનાનો લાભ લેવા પાત્ર નથી. (PM-Kisan Yojna) પીએમ કિસાનનો લાભ લેવા સરકારે કેટલાક નિયમો નક્કી કર્યા છે. જો ખેડૂત જરૂરી માપદંડને પૂર્ણ કરતા નથી અથવા જો તેમણે ખોટા ડેટા અપલોડ કર્યો છે તો તેની અરજી નામંજૂર કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની સમસ્યા માટે તમે 011-24300606 પર કોલ કરી શકો છો.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો હપ્તો સામાન્ય રીતે 20 એપ્રિલ સુધીમાં આવે છે પરંતુ આ વખતે થોડો વિલંબ થયો છે. આપને જણાવી દઈએ કે ટૂંક સમયમાં સરકાર તમારા ખાતાઓમાં 2000 રૂપિયા ક્રેડિટ કરવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત સરકાર દર વર્ષે 3 હપ્તામાં ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. ૮ માં હપ્તા માટે પૈસા ટૂંક સમયમાં મળશે. જો કે આ હપતા મોકલવામાં મોડુ થઈ ગયું છે. માહિતી મળી રહી છે કે આ હપ્તાની રકમ ચાલુ મહિનામાં મળી શકે છે.

કેમ પૈસા મળવામાં મોડું થયું છે ?

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે કોરોના કટોકટીના કારણે આ વખતે હપ્તામાં વિલંબ થઈ રહ્યો છે આ સિવાય તેનો લાભ મેળવનારા અયોગ્ય ખેડૂતો પાસેથી પૈસા વસૂલવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી લગભગ 19,000 કરોડની રકમ પ્રથમ હપ્તા તરીકે લગભગ 9.5 કરોડ ખેડુતોને આપવામાં આવશે.

લિસ્ટમાં આ પ્રમાણે તમારું નામ તપાસો

1. સૌ પ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in ની મુલાકાત લેવી પડશે.

2. તેના હોમપેજ પર તમે Farmers Cornerનો વિકલ્પ જોશો.

3. Farmers Corner વિભાગની અંદર તમારે Beneficiaries Listના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.

4. પછી તમારે ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી રાજ્ય, જિલ્લા, પેટા જિલ્લા, બ્લોક અને ગામ પસંદ કરવું પડશે.

5 . આ પછી તમારે Get Report પર ક્લિક કરવું પડશે. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ લિસ્ટ દેખાશે જેમાં તમે તમારું નામ ચકાસી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *