Yojana

પાલક માતા-પિતા યોજના ઓનલાઈન અરજી 2021

આજે અપણે આ પોસ્ટ માં પાલક માતા-પિતા યોજના વિષે વાત કરીશું. ભારત સરકાર અને ગુજરાત સરકાર બાળ સુરક્ષા સુનિશ્વિત કરવા માટે પ્રતિબંધ્ધ છે. રાજ્યમાં નિરાધાર, અનાથ, તરછોડાયેલા, કુટુંબ વિહોણા અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મૂકાયેલા બાળકો રક્ષણ માટે સરકાર દ્વારા ઘણી બધી ‘સરકારી યોજનાઓ’ ચાલે છે. જ્યારે બાળકના માતા-પિતા મૃત્યુ પામે, બાળકના અધિકારોનું હનન થાય, શારીરિક અને માનસિક અત્યાચાર કે અન્ય કોઈપણ રીતે શોષણ થતું હોય ત્યારે બાળક ચિલ્ડ્રન હોમમાં રહી શકે છે. બાળક ચિલ્ડ્રન હોમમાં રહીને મફત શિક્ષણ મેળવી શકે છે.

 

ગુજરાત રાજ્યમાં અનાથ, નિરાધાર બાળકો માટે ઘણી સરકારી યોજનાઓ ચાલે છે. Social Justice & Empowerment Department (Government Of Gujarat) હેઠળ નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા અનાથ બાળકો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા “અનાથ બાળકો માટે પાલક માતા- પિતા યોજના” અમલીકરણ કરવામાં આવેલ છે. આ યોજના સમાજ કલ્યાણ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ કરવામાં આવેલ છે.

 

પાલક માતા-પિતા યોજના
                                                   પાલક માતા-પિતા યોજના ઓનલાઈન અરજી 2021

 

સહાયનું ધોરણ

  • બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.3000/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે.

 

પાત્રતાના ધોરણો

જે બાળકના માતા અને પિતા બન્ને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગાવાલા , વાલી કે સંબંધીને માસિક રૂ.3000/- સહાય પેટેચુકવવામાં આવેછે. આ સહાય DBT થી ચુકવવામાં આવે છે.

1.) જે બાળકોના માતા-પિતા હયાત નથી અથવા પિતા મૃત્યું પામ્યા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોને આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

2.) પાલક માતા-પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ.27,000/- થી વધારે તથા શહેરી વિસ્તારમાં રૂ.36,000/- થી વધારે હોવાનો મામલતરદારશ્રીનો દાખલો અરજી સાથે રજુ કરવાનો રહે છે.

3.) પાલક માતા-પિતાએ ઉછેર માટે લીધેલ 03 થી 06 વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે અને 06 વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ આપવાનું રહે છે

4.) દર વર્ષે અભ્યાસ ચાલું હોવાનું શાળા/સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજુ કરવાનું રહે છે.

 

પાલક માતા-પિતા યોજના માટે ડોક્યુમેન્‍ટ

જિલ્લા બાળ સુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા દ્વારા ચાલતી પાલક માતા-પિતા યોજના માટે નિયમો અને ડોક્યુમેન્‍ટ નક્કી થયેલા છે. Palak Mata Pita Yojana Gujarat Document નીચે મુજબ નક્કી થયેલા છે.

  • બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C) માથી કોઈ પણ એક
  • બાળકના માતા-પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ બિડવાનું રહેશે.
  • જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ હોય તે અંગેનું સોગંદનામું/ લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈપણ એક દસ્તાવેજ
    માતાએ પુન:લગ્ન કરેલાનો પુરાવો
  • આવકના દાખલાની નકલ (Income Certificate)
  • બાળક શિષ્યવૃતિનું બેંક એકાઉન્‍ટની પાસબુક
  • બાળક અને પાલક માતા-પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુકની પ્રમાણિત નકલ
  • બાળકના આધારકાર્ડની નકલ
  • પાલક માતા-પિતાના રેશનકાર્ડની નકલ
  • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેના પ્રમાણપત્રની નકલ
  • પાલક માતા-પિતાના આધારકાર્ડની નકલ

 

પાલક માતા-પિતા યોજના યોજનાનું અમલીકરણ

ગુજરાત રાજ્ય કક્ષાએ નિયામક સુરક્ષા દ્વારા આ યોજનાનું અમલીકરણ થાય છે. પરંતુ જિલ્લા કક્ષાએ ‘જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કામગીરી થાય છે. જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી” હેઠળ આવેલી છે.તેમજ આ યોજનાની સહાય મેળવવાની ઓન લાઇન અરજી (https://esamajkalyan.gujarat.gov.in) ના પોર્ટલ પર તેમજ તે અંગેની વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી/ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

Palak Mata Pita Yojana Details ને ધ્યાનમાં લઈને સહાય મંજુર કરવાની પ્રક્રિયા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને થાય છે. જે માટે Sponsorship And Postal Care Approval સમિતી (SFCAS) દ્વારા મંજુર-નામંજુર કરવામાં છે. સરકારીશ્રી દ્વારા નક્કી કરેલા નિયમોનુસાર પાત્રતા ધરાવતાં બાળકોની “Mata Pita Palak Yojana in Gujarati” નો લાભ આપવામાં આવે છે.

 

પાલક માતા-પિતા યોજના માટે અરજી ક્યાં કરવી?

પાલક માતા-પિતા યોજના Director Social Defense ( નિયામક સમાજ સુરક્ષા ) દ્વારા ચાલે છે. Palak Mata Pita Yojana Online અરજી કરવાની હોય છે. જેના માટે e-samaj kalyan નામનું પોર્ટલ બનાવેલ છે.

પાલક માતા-પિતા યોજના કોણ ચલાવે છે. ગુજરાત સરકાર
જે બાળકના માતા અને પિતા બન્ને અવસાન પામેલ હોય તો તેમને કેટલી સહાય મળશે . રૂ.3000/-

 

Palak Mata Pita Yojana Pdf Download Karo

ગુજરાત સરકારશ્રીની પાલક માતા-પિતા યોજનાનો લાભ લેવા માટે અરજીનો નિયત નમૂનો બનાવેલ છે. જે Download કરવા માટે નીચે આપેલ બટન પર Click કરો.

 

Downloan Palak Mata-Pita Yojana Form

 

તમામ મકાન સહાયની યોજનાની માહિતી મેળવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *