સમાચાર

ખેતીને પડશે અસર | વરસાદને લઈને એવા સમાચાર આવ્યા કે ગુજરાતની ચિંતા વધશે 2021

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના ન હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

> ગુજરાતમાં બે અઠવાડિયા સુધી સારા વરસાદની શકયતા ઓંછા પ્રમાણમાં

> રાજ્યમાં 29 જૂન પછી વરસાદ લાંબો વિરામ લે તેવી શકયતા છે.

> બે અઠવાડિયા સુધી ચોમાસુ આગળ વધે તેવા સંકેત નથી મળતાં. 

ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના ન હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ભારે વરસાદની સંભાવના નહીવત હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આદ્રા નક્ષત્રમાં વરસાદ / આવતી કાલથી 4 જુલાઈ સુધી, આદ્રામાં કેટલો વરસાદ? કયું વાહન?

વરસાદના વિરામથી ખેતીને અસર થઈ શકે છે

ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર આવ્યા છે, ગુજરાતમાં આગામી બે અઠવાડિયા સુધી વરસાદની શક્યાતા નહીંવત જોવા મળી રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી આઠ દિવસ સુધી વરસાદ વિરામ લેશે, જો કે 29 જૂન પછી લાંબો વિરામ લે તેવી પણ શક્યાતાઓ જોવા મળી રહી છે,

ગુજરાતમાં આગામી બે અઠવાડિયા સુધી સારા વરસાદની શકયતા નહીંવત

આમ હવામાન વિભાગ આગામી બે અઠવાડિયા સુધી વરસાદ નહીં વરશે તેવા સંકેત આપ્યા છે. તેમજ પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આમ લાંબા ગાળાના વરસાદના વિરામથી ખેતીના પાકને અસર પહોંચી શકે છે,

ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હવે આગામી 1 સપ્તાહ સુધી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યુ કે, જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ થયો છે. એક સપ્તાહ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ એક્ટિવ સિસ્ટમ નથી જેથી ભારે વરસાદની સંભાવના નથી. જોકે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તો રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડી શકે છે.
 

ગુજરાતના આ વિસ્તારોને આજે ધમરોળશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી

Leave a Reply

Your email address will not be published.