સમાચાર

ખેતીથી કરોડો કમાય છે હિંમતનગરનો આ ખેડૂત તમે પણ આ પ્રયોગ થી થઇ શકો છો માલામાલ

આજે આપણે આધુનિક પદ્ધતિ થી ખેતી કરી લાખો કમાતા એક હિંમતનગર ના ખેડૂત ની વાત કરીશું

સામાન્ય સંજોગોમાં હળદરની ખેતી માટે ઓછા પ્રકાશની જરૂર હોય છે. તેવામાં ચંદ્રકાંતભાઈએ ઈઝરાયેલી ટેકનોલોજી સાથે માત્ર 1 એકર જમીનમાં હળદળનું વાવેતર કરી 100 એકર જેટલું ઉત્પાદન મેળવ્યું છે.

ખેતીથી કરોડો કમાય છે હિંમતનગરનો આ ખેડૂત તમે પણ આ પ્રયોગ થી થઇ શકો છો માલામાલ

સમય સાથે આધુનિક ખેતી તરફ ખેડૂત

ઈઝરાયેલ ટેક્નોલોજીથી હળદરની ખેતી

100 એકર જેટલું 1 એકર જમીનમાંથી ઉત્પાદન

આ પણ વાંચો-બેંક ના નવા નીયમો  

આ પણ વાંચો -ઓનલાઈન ગેમ પાછળ બાળકે બેંક ખાતું કરી નાખ્યું ખાલી

હિંમતનગરના એક ખેડૂતે ઈઝરાયલની ટેક્નોલોજીની મદદથી 100 એકર જમીન પર જેટલું ઉત્પાદન થાય તેટલું ઉત્પાદન માત્ર એક એકર જમીનમાંથી લીધું છે અને વર્ષે કોરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. કેવી રીતે ઈઝરાયેલી ટેક્નોલોજી કરે છે કામ અને કેવી રીતે મેળવી શકાય છે 100 ગણું ઉત્પાદન?

કરોડો રૂપિયાની એક એકર જમીનમાંથી આવક

ભારત કૃષિપ્રધાન દેશ છે અને આપણે ત્યાં કૃષિને ખુબ મહત્વ પણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સમય સાથે મોંઘવારી અને આધુનિકીકરણના કારણે આપણી પરંપરાગત ખેતી પણ ધીરેધીરે આધુનિક બની રહી છે. આપણા ખેડૂતો પણ આધુનિક ખેતી તરફ આકર્ષિત થયા છે, આવા જ એક ખેડૂત હિંમતનગરના રૂપાલ કંપા ગામના ચંદ્રકાંત પટેલ છે. જેમણે ગુજરાતમાં સૌપ્રથમવાર ઈઝરાયેલ ટેક્નોલોજી અંતર્ગત હળદરની ખેતી શરૂ કરી છે. જેના પગલે ખેડૂતે ઓછી જમીનમાંથી કરોડો રૂપિયાની આવક ઉભી કરી છે. સામાન્ય સંજોગોમાં હળદરની ખેતી માટે ઓછા પ્રકાશની જરૂર હોય છે. તેવામાં ચંદ્રકાંતભાઈએ ઈઝરાયેલી ટેન્કોલોજી સાથે માત્ર 1 એકર જમીનમાં હળદળનું વાવેતર કરી 100 એકર જેટલું ઉત્પાદન મેળવ્યું છે.

ગુજરાતમાં પ્રથમ વખત ઈઝરાયેલ પદ્ધતિથી ખેતી
ચંદ્રકાંતભાઈએ હળદરની ખેતી માટે ગ્રીનહાઉસનો ઉપયોગ કર્યો છે. જેમાં અલગ-અલગ છ જેટલા લેયર બનાવી તમામમાં હળદળ વાવી છે. સામાન્ય સંજોગોમાં એક એકરમાં જેટલી હળદરનું ઉત્પાદન થાય તેના કરતા ખૂબ વધુ ઉત્પાદન ઈઝરાયેલ ટેક્નોલોજી દ્વારા મળી શકે છે. આ ટેકનોલોજી થકી તમામ હાઉસમાં ટપક પદ્ધતિ એટલે કે ડ્રિપ ઈરીગેશનનો ઉપીયોગ કરવામાં આવ્યો છે. જેથી ઓછા પાણીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ આધુનિક ખેતીમાં પાણીથી માંડી મજૂરી અને વીજળીનો પણ બચાવ થાય છે. સામાન્ય રીતે એક એકર જમીનમાંથી વધુમાં વધુ વાર્ષિક 40-50 ટન હળદરનું ઉત્પાદન થાય છે. જ્યારે ઈઝરાયેલી ટેક્નોલોજીથી 400 થી 500 ટન જેટલું વાર્ષિક ઉત્પાદન લઈ શકાય છે. એટલે કે, વર્ષે 3 થી સાડા 3 કરોડની આવક મેળવી શકાય છે. ચંદ્રકાંત ભાઈની આ ખેતીથી અન્ય ખેડૂતો પણ આકર્ષિત થયા છે, પરંતુ આ ટેક્નોલોજીનું સ્ટ્રક્ટર ઉભું કરવું મોંઘું છે.

Leave a Reply

Your email address will not be published.