સમાચાર

આ તારીખ થી ધમાકેદાર : વરસાદ ગુજરાતીઓ માટે ખુશખબર 2021

આ તારીખ થી ધમાકેદાર વરસાદ : ગુજરાતીઓ માટે ખુશખબર

લાંબા વિરામ બાદ ફરી ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલ વિગતો પ્રમાણે આગામી બે દિવસમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થશે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે. આ સિવાય રવિવારે દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

શુક્રવારથી બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દાહોદ તેમજ સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં હળવો છુટો છવાયો વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ પડવાની શક્યતાઓ છે. વરસાદના વિરામ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો પણ બેથી ત્રણ ડિગ્રી જેટલો ઉંચકાયો છે.

ગુજરાતમાં વરસાદ

હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. જેથી ત્રણ દિવસ બાદ એટલે કે 11 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે.

IMDના અધિકારીએ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે. જ્યારે તારીખ 11 જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. જોકે, આ વર્ષે શરૂઆતમાં જ વરસાદ ખેંચાયો છે. આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટાપાયે ચોમાસાના પાકનું વાવેતર થયું છે. જો વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

9 જુલાઈથી 12 જુલાઈ સુધીમાં વરસાદી વાતાવરણ બનશે. 13 જુલાઈથી 20 જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હોવાનું હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના કોઈકોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ ન બનતાં ચોમાસું રોકાઈ ગયું છે. પરંતુ 10મી જુલાઈ બાદ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર શરૂ થશે. જેથી વરસાદ પડવાની શક્યતાઓ છે. ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

હાલમાં વરસાદ દેશના પૂર્વીય ભાગ અન્ય મધ્ય પ્રદેશ સુધી સક્રિય રહેશે અને 10મી જુલાઈ બાદ દેશના પૂર્વીયક્ષેત્રો પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સમી, હારીજ, બેચરાજી, વિરમગામ, સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતાઓ છે.

વરસાદ પાસોતર પણ થાય. પાસોતર વરસાદથી રવિપાકો સારા થવાની શક્યતો રહે. 18 નવેમ્બર બાદ દરિયામાં વાવાઝોડા આવવાની શક્યતાઓ છે. જેથી આ વખતે ગુજરાતમાં ઠંડીની શરૂઆત વહેલી થવાની શક્યતાઓ છે. પાસોતર વરસાદ અંગે જોઈએ તો 8, 9, 10 અને 11 સપ્ટેમ્બરે સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો – સુકન્યા સમૃદ્ધિ યોજના

Leave a Reply

Your email address will not be published.