મિત્રો,આજે આ પોસ્ટ માં હું તમને જણાવીશ ઓછા વ્યાજે કઈ બેંકો આપી રહી છે EMI સુવિધા અને સરળ હપ્તે. આપણી આ પોસ્ટ સંપૂણ માહિતી આપી છે.
ઘણા લોકો કોરોના સમયગાળા દરમિયાન પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાનો પહોંચી વળવા માટે લોકો પર્સનલ લોનનો સહારો લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે પણ પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યાં છો, તો તમારે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, કઇ બેંક કેટલા વ્યાજ દર પર લોન આપી રહી છે. લોનની રકમ અને વ્યાજ દર તમારી આવક, લોન, ચુકવણી ક્ષમતા જેવી વસ્તુઓ પર આધારિત છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે, હાલમાં વિવિધ બેંકોમાં પર્સનલ લોન માટેના વ્યાજ દર શું છે.
ICICI બેંકે ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન ખરીદી માટે ઇન્સ્ટન્ટ કાર્ડલેસ EMI સુવિધા શરૂ કરી છે. આ સુવિધાથી ICICI બેંકના ગ્રાહકો મોંઘા પ્રોડક્ટ્સ સસ્તા અને સરળ રીતે મેળવી શકશે. કારણ કે મોબાઈલ ફોન ની મદદથી હપ્તા (EMI) દ્વારા પોતાનાં સામાનની ખરીદી કરી શકશે. આઇસઆઇસીઆઇ નાં ગ્રાહકો વેબસાઈટ અથવા એપ્લિકેશનથી મોબાઈલ નંબર, પાન કાર્ડ, ઓટીપી દાખલ કરીને 5 લાખ રૂપિયા સુધીની ખરીદી હપ્તમાં પરિવર્તિત (રૂપાંતર) કરી શકશે. આ સુવિધાનો લાભ ઇલેક્ટ્રોનિક્સ, ઘરેલુ ઉપકરણો, લેપટોપ, મોબાઈલ ફોન, વગેરે વસ્તુઓ પર મેળવી શકાશે.
ઓનલાઇન શોપિંગ માટે કાર્ડલેસ સુવિધા આપનાર પ્રથમ બેંક આઈસીઆઈઆઈસી છે. બેંકે ફ્લેક્સમની અને શોપ સહિત 2500 બ્રાન્ડ પર આ સુવિધા લાગુ કરી છે. જેમાં મેઈન બ્રાન્ડ બાટા, બજાજ ઇલેક્ટ્રોનિક્સ, ફ્લિપકાર્ટ, લેનોવો, મૈંત્ર, નોકિયા, પેનાસોનિક, ટાટા ક્લિક, વેદાંતું, વગેરે બ્રાન્ડ નો સમાવેશ કર્યો છે. ભવિષ્યમાં આ સુવિધા બીજી બ્રાન્ડમાં પણ ઉમેરાશે.
વ્યક્તિગત લોન વ્યાજ દર
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા – વ્યાજ દર 8.90% – રૂ.10,355
પંજાબ નેશનલ બેંક – વ્યાજ દર 8.95% – રૂ.10,367
ઇન્ડિયન બેંક – વ્યાજ દર 9.20% – રૂ.10,428
ભારતીય સ્ટેટ બેંક – વ્યાજ દર 9.60% – રૂ.10,525
બેંક ઓફ મહારાષ્ટ્ર – વ્યાજ દર 9.70% – રૂ.10,550
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા – વ્યાજ દર 9.85% – રૂ.10,587
યુકો બેંક – વ્યાજ દર 10.05% – રૂ.10,636
બેંક ઓફ બરોડા – વ્યાજ દર 10.25% – રૂ.10,685
એચડીએફસી બેંક – વ્યાજ દર 10.75% – રૂ.10,809
કોટક બેંક – વ્યાજ દર 10.75% – રૂ.10,809
કાર્ડલેસ ઈએમઆઈ સુવિધાના ફાયદા :-
(1) ડિજિટલ અને ઇન્સ્ટન્ટ પ્રક્રિયા – ICICI બેંકના ગ્રાહકો સંપૂર્ણ રીતે ડિજિટલ, ઇન્સ્ટન્ટ અને સલામતીથી EMI સુવિધાનો લાભ લઈ શકશે.
(2) ગ્રાહક 3,6,9 અને 12 મહિનામાં પોતાનું EMI ચૂકવી શકશે.
(3 ) ICICI બેંક સિવાય ભારતની કોઈપણ બેંક આ સુવિધા આપતી નથી.
(4) ગ્રાહક 7 હજાર થી લઈને 5 લાખ રૂપિયા સુધીનો સામાન EMI હપ્તા સિસ્ટમથી લઇ શકશે.
(5) આ સુવિધાથી ઇલેક્ટ્રોનિક ઉપકરણ, લેપટોપ, વગેરે 2500 જેટલી બ્રાન્ડ માંથી ખરીદી કરી શકશે.
કેટલું વ્યાજ ચૂકવવું પડશે
9 ટકા લોન લેવા પર લોનની રકમ
5 લાખ રૂપિયા સમયગાળો
5 વર્ષ ઇએમઆઈ – રૂ.10,379
કુલ વ્યાજ – રૂ.1,22,751
કુલ ચુકવણી – રૂ.6,22,751
10 ટકા લોન લેવા પર લોનની રકમ
5 લાખ રૂપિયા સમયગાળો
5 વર્ષ ઇએમઆઈ – રૂ.10,624
કુલ વ્યાજ – રૂ.1,37,411
કુલ ચુકવણી – રૂ .6,37,411
આઇસઆઇસીઆઇ બેંકની કાર્ડલેસ EMI સુવિધા કંઈ રીતે મળશે :-
(1) ICICI બેંકે 2500 ઇ કોમર્સ બ્રાન્ડ પસંદ કરી છે. જે વેબસાઈટ અથવા એપ પર લોગીન કરવાનું રહેશે.
(2) જેમાં સેવાઓ પસંદ કરો, રકમ ચૂકવવા માટે કાર્ડ લેસ EMI ઓપ્શન પસંદ કરો.
(3) રજીસ્ટર મોબાઈલ નંબર દાખલ કરો, પાન કાર્ડ, ઓટીપી દાખલ કરો.
(4) જેથી તમારા વ્યવહાર ને તરત જ મંજુરી મળી જશે.
આઇસઆઇસીઆઇ બેંકના ગ્રાહકો 5676766 પર ‘કાર્ડ લેસ” લખીને EMI ની જાણકારી મેળવી શકશે. અથવા તો આઇ મોબાઈલ એપ પર ઑફર જાણી શકશે.
ICICI ની કાર્ડલેસ EMI સુવિધા વિશે વધુ જાણવા નીચેની વેબસાઈટ પર જાણી શકો છો. https://www.icicibank.com/Personal-Banking/loans/cardless-emi/how-it-works-online.page?#