સમાચાર

સોના-ચાંદીમાં ઘટાડો, જાણો કેટલો ઘટાડો થયો?

સોના-ચાંદીમાં અગાઉના વર્ષે સતત ઘટાડા બાદ હવે સતત ભાવ વધતા જોવા મળ્યા હતા પરંતુ પાછલાં થોડા દિવસોની જ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.

મિત્રો, સોનાનો ભાવ આપણો દેશ નક્કી કરતો નથી. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે અને તેમાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. ખાસ કરીને U.S અને U.K ની સરકાર પોતાના વ્યાજદરો નક્કી કરે છે જે મુજબ સોનાના ભાવ નક્કી થતા હોય છે આ ઉપરાંત દુનિયામાં બનતી ઘટનાઓ પર પણ આધાર રાખે છે.

હાલ ગુજરાતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૦,૦૦૦ થી લઈ ૫૦,૫૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ચાંદીમાં હાલ કોઈ મંદી આવવાની નથી. ચાંદી હાઈ સપાટીએ જ રહેશે. હાલ ચાંદી ૭૧,૦૦૦ થી ૭૨,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.

જોકે ૯ મહિનાની સરખામણીએ ૧૧,૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૮,૬૬૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૭,૯૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૮ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ ૧૧,૬૦૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ ૯,૯૪૦ ₹ નો ઘટાડો થયો છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૨૬/૦૬/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ – ૬૭.૯૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ – ૫૪૩.૨૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ – ૬૭૯.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ – ૬,૭૯૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ – ૬૭,૯૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૨૦૦ રૂપિયાનો વધારો થયો..

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ – ૪,૬૬૬.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ – ૩૭,૩૨૮.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ – ૪૬,૬૬૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ – ૪,૬૬,૬૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૭૦૦ રૂપિયાનો વધારો થયો છે.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ – ૪,૮૬૬.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ – ૩૮,૯૨૮.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ – ૪૮,૬૬૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ – ૪,૮૬,૬૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૨૨૦૦ રૂપિયાનો વધારો થયો છે.

છેલ્લા ૦૯ દિવસના સોના (gold)ના ભાવ :

તારીખ ૨૨ કેરેટ ૨૪ કેરેટ
૧૮/૦૬/૨૦૨૧ ૪,૬૭,૫૦૦ ₹ ૪,૮૭,૮૦૦ ₹
૧૯/૦૬/૨૦૨૧ ૪,૬૭,૪૦૦ ₹ ૪,૮૭,૭૦૦ ₹
૨૦/૦૬/૨૦૨૧ ૪,૬૪,૯૦૦ ₹ ૪,૮૪,૯૦૦ ₹
૨૧/૦૬/૨૦૨૧ ૪,૬૪,૮૦૦ ₹ ૪,૮૪,૮૦૦ ₹
૨૨/૦૬/૨૦૨૧ ૪,૬૪,૦૦૦ ₹ ૪,૮૪,૦૦૦ ₹
૨૩/૦૬/૨૦૨૧ ૪,૬૬,૦૦૦ ₹ ૪,૮૬,૦૦૦ ₹
૨૪/૦૬/૨૦૨૧ ૪,૬૫,૦૦૦ ₹ ૪,૮૪,૫૦૦ ₹
૨૫/૦૬/૨૦૨૧ ૪,૬૪,૯૦૦ ₹ ૪,૮૪,૪૦૦ ₹
૨૬/૦૬/૨૦૨૧ ૪,૬૬,૬૦૦ ₹ ૪,૮૬,૬૦૦ ₹

અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો. જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.