Breking News-હવેથી દર બુધવારે રાજ્યમાં બંધ રહશે રસીકરણ પ્રોગ્રામ
ગુજરાત રાજ્યમાં આવતીકાલ બુધવારથી લઈને હવે દર બુધવારે કોરોના રસીકરણનો ( vaccination ) કાર્યક્રમ બંધ રાખવામાં આવશે. અન્ય કાર્યક્રમોને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે
Gujarat : હાલ રાજ્યમાં કોરોના રસીકરણ (vaccination ) કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ વચ્ચે રાજ્યમાં દર બુધવારે અન્ય રસીકરણ (vaccination )કાર્યક્રમ રાખવામાં આવશે.
રાજ્યમાં હવેથી બુધવારે મમતા દિવસ અને અન્ય રસીકરણ (vaccination )કાર્યક્રમોને કારણે રસીકરણ કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા બુધવારે મમતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ માતા અને બાળક સુરક્ષિત રહે તે હેતુથી માતુબાળ કાર્યક્રમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે. સગર્ભા માતાને ચેપી રોગો સામે રક્ષણ આપવા માટે ધનુરની રસી આપવામાં આવશે. તો મમતા દિવસે બાળકોને 6 ઘાતક રોગથી બચવા માટે ડીપીટી, પોલિયો, બીસીજી અને ઓરીની રસી આપવામાં આવશે.
તો બીજી બાજુ અહેવાલ તો એવા પણ મળી રહ્યા છે કે રસીની અછતના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકાર ના કહેવા મુજબ દર બુધવારે રાજ્યમાં અન્ય રસીકરણ ના કાર્યક્રમો હોવાથી રસીકરણ કાર્યક્રમ દર બુધવારે બંધ રહેશે
આ પણ વાંચો-પાન કાર્ડ ને આધારકાર્ડ સાથે લીંક કરાવો
રાજ્યમાં દર બુધવારે રશીકરણ કાર્યક્રમ બંધ રહેશે